Aboutus

Aboutus

MANAGING TRUSTEE

SMT. DHARINI SHUKLA

 

We believe that education is all about giving roots, and will provide our children the wings.  Everyday, we strive to give our children the roots that will stand them in good stead, both in learning and attitudes, in skills and values.

 

 

The dawn of Vedant Vidhyavihar school in 2008 was the realization of a dream, a dream to build a school which would be world-class in every respect.  A world-class school with an Indian mind, an Indian heart and an Indian soul, yet being competent at world level. The accent, all throughout, has been on enabling children to discover the world in enjoyable ways and make them good learners as well as good persons.

આચાર્યશ્રીના સ્થાનેથી
 
શ્રી રશ્મીકાન્ત કિરીટકુમાર જોષી
M.Sc., B.P.Ed. & Dipl.in Agree...
 
આત્મીય વાલીશ્રી તથા વ્હાલા વિદ્યાર્થી મિત્રો, 
માતૃભાષા જીવનનું અમૃત છે... જીવનનો ધબકાર છે.
માતૃભાષા એ ગ્રહણશક્તિનું પ્રવેશદ્રાર છે.
સમજણનું સાઘના કેન્દ્ર છે, સંવેદનાઓનું ભાવવિશ્વ છે, ઉછળતી ઊર્મીઓનું નાદતંત્ર છે, સંસ્કૃતિની ઊર્જા છે, સ્વાભિમાન અને આત્મગૌરવની પૂર્વશરત છે, અભિવ્યકિતનું બળ છે.
માતૃભાષાને લુપ્ત થતી જતી બચાવવાનો સમય હવે પાકી ગયો છે. માતૃભાષા એ તો આપણી પોતીકી અણમોલ જણસ છે. અને આમ ખોવાતી, લુંટાતી, ચુંથાતી આપણાથી ન જ જોવાય. માતૃભાષા આપણને સાદ કરી રહી છે; સંભારી રહી છે અને તેના વંશજ છીએ. આ કામને વહેલામાં વહેલી તકે માથે ઉપાડી લેવું એ તો આપણા સૌની નમ્ર ફરજ અને જવાબદારી છે. અને આટલું કરીશું તો પણ આપણા થકી સમાજની બહુ મોટી સેવા કરી લેખાશે, કંઈ કેટલાંય બાળદેવતાઓ આ વિદેશીભાષા અને શિક્ષણ આપવાની ઘેલછામાં માતૃભાષાના અમૂલ્ય વારસાથી અળગાં થઈ રહ્યાં છે. ચાલો માતૃભાષા અને બાળધનને બચાવવાનો એક નાનકડો સંકલ્પ કરીએ… એક નાનકડો યજ્ઞ શરૂ કરીએ.
અહી આ માતૃભાષા સંવર્ધનના પ્રયત્ન દ્વારા માતૃભાષાને લગતા વાક્યો, સુવિચાર આપવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે માતૃભાષા સંવર્ધનમાં આપને ઉપયોગી બનશે.
 
  • પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવવું એ બાળકનો મૂળભૂત અધિકાર છે. –ભારતીય બંધારણ
  • બાળકને માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો અપરાધ છે.
  • તમારા બાળકને સર્જક બનાવવા માંગતા હો તો માતૃભાષામાં જ ભણાવો.
  • “માતૃભાષા ત્વચા છે,અન્ય ભાષા વસ્ત્રો છે,”– ડો. યોગેંદ્ર વ્યાસ
  • “માધ્યમ ગુજરાતી બધા જ ક્ષેત્રે,વિદ્યાર્થી તેના રહેશે મોખરે,નક્કી કરો આજે સૌ સંકલ્પ,પાયાનું ગુજરાતી મક્કમ”
  • આ ગુજરાતી ભાષાઆ જેવી સરળતા બીજે ક્યાંય જોવા મળે તો તમે નવી શોધ કરી છે એમ માનજો.
  • “સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,મળી માતૃભાષા મને ગુજરાતી”
  • વિદેશી ભાષાઓમાં અપાતું શિક્ષણ આપણા ઉપર વિદેશી સંસ્કૃતિ ઠોકી બેસાડવાનું જ કામ કરે છે.
  • માતૃભાષાનું મૃત્યુ એ પ્રજાની અસ્મિતાનું મૃત્યુ છે.
  • માતૃભાષા એ વ્યક્તિની આંખ છે.
  • માતૃભાષા એ તો બાપીકી મૂડી છે,પારકી મૂડીએ ધંધો કરનારને વ્યાજનો માર વેઠવો પડે છે.
  • નાના બાળકનું મગજ પ્રારંભમાં સ્વર,પ્રતીકો અને અર્થ સાથે પોતાના મગજના જ્ઞાનતંતુઓનો સંબંધ પોતાની માતૃભાષામાં જોડવાનું શરૂ કરે છે.
  • માતૃભાષા ગુમ થાય એટલે બીજી ઘણી બાબતો શિથિલ બને છે.
  • માતૃભાષા માત્ર ગૌરવ ગાન કરી લેવાથી નહીં ચાલે,પરંતુ તેની જાળવણીની દરકાર પણ કરવી પડશે.
  • માતૃભાષા (ગુજરાતી) માધ્યમની શાળામાં દાખલ થતું બાળક માતૃભાષા (ગુજરાતી) શબ્દ ભંડોળની પૂરતી મૂડી લઈને શાળામાં પ્રવેશે છે. તેથી શાળામાં શીખવતા વિષયવસ્તુને તે સરળતાથી આત્મસાત કરે છે.

 

“ સારો સ્વભાવ” ગણિતના શૂન્ય જેવો હોય છે. જેની સાથે જોડાય તેની કિંમત વધી જાય છે.

Vedant Vidhyavihar
વેદાંત વિદ્યાવિહાર
Phone Number: +91-6351 22 8066
Email: principal.takshashila@gmail.com